જોને દિવસો વીતી ગયા છે છતાં યાદ તરોતાજા છે.
યાદોથી મળતી શાંતિની પણ એક અલગ જ મજા છે.
સંવાદ અટક્યા છે હોઠે તારા આવવાની જ રાહ છે.
મારા અધૂરા પ્રેમને તારા મિલનની એકમાત્ર ચાહ છે.
મન થયું છે મારું ખૂબ જ આતુર અને હૈયું બેકરાર છે.
એ જ કપ ,એ જ ટેબલ ને મસ્ત મજાની ચા તૈયાર છે.
આપણા મિલનની તડપ દિલમાં બેશુમાર છે,
દોસ્ત! યાદોમાં નવી યાદ ઉમેરવા આશ પારાવાર છે.
-Falguni Dost