હું હારી જઈશ એ વાત મને મંજુર નથી,
તમે જીતી જશો એ વાત પર
મને વિશ્વાસ નથી..!
સમયના સોગઠા ના દાવ રમ્યા હો ભલે તમે ગમે તેવા,
પણ દરેક બાજી જીત ની મે હાસીલ કરી છે..!
પાયાના પથ્થર બનીને દરેક ઇમારત મે બુલંદ કરી છે,
ખરે કોઈ દીવાલ ના પોપડા તો એ બાજી જતી પણ મે કરી છે..!
ઈમાનદારી ની મિસાલમાં કાયમ હું જ રઈશ એ વાત મે નક્કી કરી છે,
નોટો ભલે બદલે તેના રંગ
મે રંગ થી દુર મારી જાત "સ્વયમભુ"બાકાત કરી છે..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ