હે! પ્રભુ!
🙏
ભોમકા તારી,માટી તારી,પાણી પણ તારું!
ઋતુ તારી,પ્રકાશ તારો,ઝાકળ પણ તારું!
છાયા તારી,રજ પણ તારી,સ્ફૂરણ પણ તારું!
ઝાડવાં તારાં,પંખીઓ તારાં,ખાતર પણ તારું!
વરસાદ તારો,વાદળ તારું,તારા-ચંદ્ર પણ તારા !
માત્ર મારું કર્તવ્ય પાણી પાવાનું ફૂલ ખીલવે સારાં.
- વાત્સલ્ય