“એક દદીએ ડો. માટે લખેલી કવિતા”
સાહેબ તમારી પ્રેક્ટીસ માટે
અમે કેટલો બધો ભોગ આપ્યો છે,
અમારા કુટુંબના દરેક જણે
કોઈ ને કોઈ રોગ રાખ્યો છે;
સગાં જે આજે ‘સ્વ.’ છે
એ બધા જયારે ‘શ્રી’ હતા,
યાદ કરો સાહેબ કે તેઓ
તમારા જ દર્દી હતા;
ડ્રોઈંગરૂમમાં એમના ફોટા પર
જે જે હાર લટકે છે,
આમ જોઈએ તો સાહેબ
એ તમારી જ સારવાર લટકે છે;
ઘરની દરેક બીમારીમાં તમારો
સાથ હોય જ છે,
કુટુંબના દરેક જનમ-મરણમાં
તમારો હાથ હોય જ છે;
સાહેબ તમારા પાસે જે
સારા માં સારી ગાડી છે,
એનું કારણ અમારા સૌ
કુટુંબીજનો ની નાડી છે;
તમારા ઘરના ફ્લોર પર
જે જે આરસના ટાઈલ્સ છે,
તે અમારા ઘરના સ્ટોન,
એપેન્ડીક્ષ અને પાઈલ્સ છે.”
– ડો. શ્યામલ મુનશી
😀🙏🏻