માતૃભારતી પર ટુંક સમયમાં પ્રસિદ્ધ થવા જઈ રહેલી મારી બુક કોરોના કાળની કથાઓ નો એક અંશ.
***
પેશન્ટના અંતિમ શ્વાસ ચાલતા હતા. આંખો ભયભીત છત સામે, શરીર ખેંચાઈ તરફડીયાં મારતું. મોં પર વેન્ટીલેટરનો કપ પણ ધ્રૂજે. હું દર્દી પાસે જઈ તેને પંપાળવા લાગ્યો. વેન્ટીલેટરની સ્પીડ વધારી. તેણે મારો હાથ કચકચાવીને પકડ્યો. 'તમે ઘણું કર્યું સાહેબ. આવજો.. મારે ઘેર..' માંડ કહેતાં તેણે મારા હાથમાં ડોકું ઢાળી દીધું. એ ક્ષણ હું જિંદગીભર નહીં ભૂલું. મારો આત્મા જાણે ચૂર ચૂર થઈ ગયો, હૃદયની જગ્યાએ મોટો ખાડો હોય એવું મને લાગ્યું. ગભરામણ સાથે મને પીપીઈકીટમાં ઉલટી થશે તેવું લાગ્યું. હું એક ક્ષણ બહાર દોડી ગયો અને બે ચાર ઊંડા શ્વાસ હાંફતા હાંફતા લીધા. તરત પાછો.
એનું 'બોડી' પ્લાસ્ટિકની બેગમાં સેનિટાઈઝ કરી વીંટવામાં આવ્યું.
આ બુક જરૂરથી ખરીદશો, ખૂબ સારું વાંચન મળશે એની ગેરંટી.
-SUNIL ANJARIA