*બાંકડા*
ગલીના નાકે ને મહોલ્લાના નાકે બેઠા છે બાંકડા
બાંકડે બાકડે બેઠા છે
થોડા મુરઝાયેલ ચહેરા
થાકેલા હારેલા
તો કોઈ છે..
જિંદગીથી ઉભરાતા ..
હર એક પાસે છે
પોતાકી અનુભવ ગાથા
શ્રોતા મળે તો ખીલે એ
વાતોની મહેફિલ જમાવીને
હળવેથી કહેશે..
અમારા જમાનાની વાત જ જુદી
કોઈ કોઈ એમાં બે પેઠીને જોડતી કડી
સવારથી સંધ્યાનો ઈજારો લઈ બેઠા
રાત ઢળતી
બાકડા ત્યાં ને ત્યાં
યૌવનનો થનગનાટ ત્યાં ઉભરાતો
કાલના સપનાં આંખમાં આંજી
ભવિષ્યને મુઠ્ઠી માં ભરી
પોતાની ઉડાન ઉડવા રેડી
કયારેક ઉભરાતા રંગીન પતંગિયા
દુનિયાથી બેખર
બાળ મસ્તીમાં ગુલતાન..
આવન જાવન વચ્ચે
આ બાંકડા ..
ઠંડી ગરમી કે વરસાદમાં
નિઃશબ્દ બની તાલ જોતાં..
કયારેક જો
આ બાંકડા બોલે તો?
©
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૩૦/૧૧/૧૮