"નથી"
રાત છે મારી પાસે પડછાયા નથી,
આસમાન માં આજ કોઈ છાયા નથી..!
કોઈ ની પાસે મારા હિસાબના ચોપડા નથી,
એટલો ઉદ્દગાર છું માટે કોઈ પર મારે દેવા નથી..!
ફુલ જેવું ખીલેલું મારૂ જીવન નથી,
માટે મુળિયા મારા ક્યાંય દબાયેલા નથી..!
ખીલા મારા નામ ના ક્યાંય ધરબાયેલા નથી,
માટે કોઈ તલવાર મારી પાસે ધુળ ખાતી નથી..!
વાત મારી કોઈ હજુ ગણતા નથી,
માટે જ તેવો કોઈ વાતમાં ભરમાતા નથી..!
આપણે પોતાની જાતને એટલા સમજાવ્યા નથી,
એટલે આપણે કોઈ જાજા "સ્વયમભુ"ગરાણા નથી..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ