"રંગ..રૂપ..રેખા"
એક જ જીવનની અલગ રૂપ રેખા,
એક જ રૂપ ને અનેક રંગ રેખા..!
બદલાતી જીંદગીની સાથે ભાગ્ય રૂપ રેખા,
એક વ્યક્તિની કુંડળીમાં અનેક રંગ રેખા..!
સફેદ હંસ ને એક રૂપ ની રેખા,
ચણે ભલે મોતી પણ અલગ રંગ રેખા..!
એક ઉંમરે શોભે એક જ રૂપ રેખા,
છતા મોટી ઉંમરની રંગી રૂપ રેખા..!
અભદ્ર વાણી વિલાસ ની જટીલ રૂપ રેખા,
મીઠા બોલ ની રંગ બે રંગી રૂપ રેખા..!
ગરીબી ને ગરીબાઈ ની એક રૂપ રેખા,
શ્રીમત ને સધર ની બદલાતી "સ્વયમભુ"રંગ રેખા..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ