"પિતાશ્રી"
તમારી છત્ર છાયા માં જે શિખ્યા અમે પિતાશ્રી,
એ ગણિત આજે કોઈ ગણિશાસ્ત્રીઓ નથી શિખવી શકયા પિતાશ્રી..!
એક વટ વૃક્ષ બની પરિવાર ને છાયડો તમે આપતા ગયા પિતાશ્રી,
એ છાયડા ની છાવ તમારા ગયા પછી અમે જાળવી નથી શકયા પિતાશ્રી..!
પાનખર ની માફક ખરતા સબંધો તમે લીમાં છમ સાચવી ગયા પિતાશ્રી,
લીલા છમ્ સબંધો અમે લીલા નથી રાખી શક્યા પિતાશ્રી..!
રડતા બાળકો ને તમે હસાવી ગયા પિતાશ્રી,
અમે તો હસતાં બાળકો ને પણ રડતા કર્યા પિતાશ્રી..!
પરિવાર ના મોભી ની સાન તમે સાચવી ગયા પિતાશ્રી,
અમે અમારી સાન પણ ન સાચવી શકયા પિતાશ્રી..!
વ્હાલ ના દરીયા માં તમે અમને સદા પાળીયા પિતાશ્રી,
અમે બધાં થઈ એ વ્હાલ ન સાચવી શકયા પિતાશ્રી.!
તમારી હુફ ના ચક્રવ્યુ માં સદા હુંફાળા રહ્યા અમે પિતાશ્રી,
અમે એ હુફ ભર્યું ચક્રવ્યુ ન "સ્વયમભુ"જાળવી શકયા પિતાશ્રી..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ