ક્યારેક કોઈ કારણ વિના જ
બની જવાય છે,
દુશ્મન, હા દુશ્મન!
બસ કોઈ કારણથી નહીં,
થોડી ગેરસમજથી,
ને પછી જીવનભરની લકીરો ખેંચાઈ જવાની તૈયારીઓ,
કોઈથી કંઈ જ લીધું હોતું નથી,
કે કદી ખોટું વિચાર્યું હોતું નથી.
તો પણ ગેરસમજ ની એક નાની ચિનગારી,
સંબંધ નામનાં ઘરને ફુંકી મારવા માટે ફૂંફાડા મારે છે.
અને અંતે,તે ઘર અને સંબંધને
બસ ખંડેર બનાવી દે છે.
શું એવું ના બને???
ઘર કે સંબંધ ખંડેર બનાવતી ગેરસમજને જ પ્રથમ ફુંકી મારી હોય તો!!
ગેરસમજ દૂર થયાં પછી,
ભલેને અબોલા રહે,
પણ હદયને ખૂણે,
એક ટાઢક રહશે શાંતિ રહેશે,
દિલને દિલાસો રહેશે કે સંબંધ 'ઘવાયો ખરાં' પણ 'સંબંધ સચવાયો પણ ખરાં'.