સુકૂન!
તમને તમારું સૂકુન શેમાં છે એ શોધતા ન આવડે તો તમે ગમે એટલા પૈસા કમાતા હશો એ નિરર્થક છે. પૈસાદાર વ્યક્તિ પણ દિવસના અંતે તો સૂકુન જ ઝંખે છે. પૈસાથી ભૌતિક સગવડો ખરીદી શકાતી હોય છે પણ માનસિક જેવી કે શાંતિ, સુકૂન, સુખ, ચેન જેવી અમૂલ્ય અને જીવવા માટે અતિ આવશ્યક વસ્તુઓ ખરીદી નથી શકાતી. જો કોઈ વ્યક્તિ એવું માને છે કે પૈસો આવી ગયો તો સુખ, શાંતિ બધું આવી ગયું તો એ તદ્દન ખોટું છે. જો પૈસાથી આ બધી બાબતો ખરીદી શકાતી હોય તો કોઈ વ્યક્તિ હતાશા કે ડિપ્રેશનનો શિકાર ન બને. જે દિવસે તમને તમારું સૂકુન મળી ગયું ત્યારે સમજી લેવું કે તમે ગઢ જીત્યા. ભૌતિક સૂકુન કરતા માનસિક રીતે શાંતિ અને સુકુન મહત્વનું છે.
લાંબા સમય પછી જ્યારે કોઈ પુસ્તક વાંચ્યું છે ત્યારે માનસિક શાંતિ અને સુકુન અનુભવાયું છે. એવું મહેસુસ થયું છે જાણે કે 'બસ પુસ્તકો જ મારી દુનિયા છે, મારું જીવન છે!'