જરુરી છે તું! મારી યશ, કીર્તિ છે તું!
કરતો રહું છું હુ પ્રેમ તને અઢળક,
મારી લાગણીઓની વાચા છે તું!
કહે છે ને તું પૂછ ક્યારેક તારા કાન્હા ને મારા વિશે?
એય જાણે આ વાત મારી લાગણીઓની જીત છે તું!
મારા જીવનના ખારાદવ સાગરની એક મીઠી બુંદ છે તું!
એને બસ આરાધ્યા માની પૂજ્યો છે મેં,
અસ્તિત્વ તારું મારાથી એવી રીત છે તું!
જીવંતતા બની મારામાં ધબકતી રહી છે તું!
-ધબકાર...