આધાર છે.
માનવીને માનવીની ઓથ સાથે પ્યાર છે.
નામ ઈશ્વરનું લઈને ચાલતો સંસાર છે.
આપદા આવી પડે ગભરાય મન તકલીફથી,
પાસ બોલાવો હવે, સાચો હરિ આધાર છે.
ફાયદાની વાત તો સમજાય સૌને, છે ખબર?
વાતમાં એની ફરી આવી ગઈ ત્યાં ધાર છે.
એ ચડાવા બોલવામાં સૌથી આગળ થાય ને,
બોલ મોટા બોલી એને પાળવા આચાર છે?
રાહ જોતાં શ્વાસ ખૂટ્યા તોય છે વિશ્વાસ ત્યાં?
જિંદગીની દોર થોડી ખેંચવાની વાર છે.
ઢાલ જેવો એક દોસ્ત જિંદગીમાં હોય તો,
હારવાનું, જીતવાનું ગૌણ થાતું સાર છે
જાણવો છે ભેદ આજે કાળનાયે ગર્ભનો,
પેટ ફાડી કાઢવાની વાત, શું આસાર છે.©
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૧૬/૦૯/૨૦૨૦