થાય આકળ વિકળ મારા આંખ કાન,
ભીંજવે આજ વરસાદ ભાવસાર છોડી!
જામ્યું ભાદરવે લથબથ ચોમાસું કેવું?
અંધારે ભેકાર લોહીની પાંગત છોડી!
ધ્રુજે આજ કાળજું વરસાદે જોને કેવું?
ભરખે આજ લીલોધર ભયંકર નાગ છોડી!
લટકતી ધૂળ રસ્તે ખળભળાટ વંટાય,
દરિયો ઉભે પગે જોને ભાગ્યો રણ છોડી!
જીરવે "જીજ્ઞા" વરસાદી માહોલ આંખેથી,
બંધ હોઠે આળસ મરડી ભીંજાય મોહ છોડી!
જીજ્ઞા ✍️