હું એક શિક્ષક છું એટલે જ આજે લાગ્યું મને,
શું સ્કૂલમાં રોજ એક પિરિયડ એવો રાખી શકાય?
જેમાં બાળકો લખોટી,ભમરડો, થપ્પો જેવી મેદાની રમતો રમી શકે? કે કોઈ એક વાજિંત્ર શીખી શકે?
નાના-નાના કૌશલ્ય શીખવાય, જેવા કે બટન ટાંકવાનું,
રોટલી બનાવવાનું, ગાર માટી થી વન બીએચકે બનાવવાનું, જાતે રમકડા બનાવવાનું પંખીઓને ઓળખવાનું અને વૃક્ષોને જાણવાનું.
દરેક હરીફાઈને અંતે ઇનામમાં તુલસી ક્યારો અપાય.
શું સંમત છો તમે મારા આ સુજાવ સાથે?