જ્યારે દીકરી મોટી થઈ ત્યારે એક દિવસ તેણે નિર્દોષતાથી તેના પિતાને પૂછ્યું - "પાપા, મેં તમને ક્યારેય રડાવ્યા છે?" પિતાએ કહ્યું - "હા." તેણે ભારે આશ્ચર્ય સાથે પૂછ્યું - "ક્યારે?" પિતાએ કહ્યું - 'તે સમયે તું લગભગ એક વર્ષની હતી અને ઘૂંટણ ભેર ચાલતી હતી. મેં તારી સામે પૈસા, એક પેન અને એક રમકડું મૂક્યું કારણ કે હું એ જોવા માંગતો હતો કે તું ત્રણમાંથી કયું પસંદ કરીશ. તારી પસંદગી થી મને ખબર પડેત કે મોટી થઈશ ત્યારે તું કોને વધુ મહત્વ આપીશ. જેમ કે પૈસો એટલે સંપત્તિ, કલમ એટલે બુદ્ધિ અને રમકડું એટલે આનંદ. મેં આ બધું ખૂબ જ સહજતાથી પરંતુ ઉત્સુકતાથી કર્યું કારણ કે હું ફક્ત તારી પસંદગી જોવા માંગતો હતો. તું એક જગ્યાએ બેસીને એક પછી એક તે ત્રણ વસ્તુઓ જોઈ રહી. હું એ વસ્તુઓની બીજી બાજુ તારી સામે ચુપચાપ બેઠો હતો, ફક્ત તારી સામે જોતો હતો. તું તારા ઘૂંટણ અને હાથ પર આગળ વધી, હું તને શ્વાસ રોકીને જોઈ રહ્યો હતો. અને થોડી જ ક્ષણમાં તેં ત્રણેય વસ્તુઓને એક બાજુએ ખસેડી અને તેને પાર કરી અને સીધા મારા ખોળામાં બેસી ગઈ. મને એ પણ ખ્યાલ ન આવ્યો કે આ ત્રણ વસ્તુઓ સિવાય, હું પણ તારી પસંદગીઓમાંની એક બની શક્યો હોત. ત્યારે તારો ત્રણ વર્ષનો ભાઈ આવ્યો અને પૈસા લઈને ચાલ્યો ગયો. તે પહેલી અને છેલ્લી વાર હતી, દીકરી, જ્યારે તેં મને રડાવ્યો અને ખૂબ રડાવ્યો... #દીકરી એ ભગવાને આપેલી સૌથી અમૂલ્ય ભેટ છે... એક પિતાએ કેટલી સરસ વાત લખી છે… 🍁