વાવ્યા બીજ પ્રેમના હૃદયના ક્યારે,
સિંચ્યા નીર હુફના પ્રેમથી ધબકારે...!
થયા બીજ અંકુરિત આપ્યું નામ "કાન્હા" રે,
ગોકુળ, વૃંદાવન બન્યો દેહ આ ભવે...!
રગ રગ રમતું થયું ખીલ્યા ફૂલ શ્વાસે શ્વાસે,
જીવ્યું જીવન ભાન ભૂલી ક્ષણે ક્ષણે...!
આવી ઋતુ શિયાળો, ઉનાળો, ચોમસુ,
ખીલ્યા સોળે કળાએ ફૂલ ઉપવને...!
પણ....! અચાનક આવી એવી ઋતુ,
જેનું નોતુ નામ ઠામ લઇ ગઈ વિનાશે...!
રહ્યા સદેહે આ હૃદયે નામ "કાન્હા" રે,
જીવતા રહ્યા શરીર નથી શ્વાસ આ દેહે...!
- (ભૂલાયું છે નામ......)