કુદરત પણ અમૂક વાતો આપણને અજબ રીતે કહી જાય.
ગ્રહણમાં તૂટેલો ચાંદ પછી જોવો તો કેવો આખો થઈ જાય.
કોઈકને મળતા તો હોઈએ, પણ દોસ્તી કરતાં વર્ષો લાગે.
ને કોઈને પ્રથમ વાર મળતા, એનામાં પોતાનું કઈ રહી જાય.
એમ જ ઠંડીનું મૌસમ નથી બદલાયું આપણા મળવાના ટાણે,
કે રાતની વાતો સવાર થતાં, ધીરેથી આમ ઝાકળ થઈ જાય.
કઈક તો ખૂબી અમારામાં પણ આપી હશે ને ઉપરવાળાએ,
જે શબ્દોના આલિંગનથી તારા પ્રભાવની વાત તને કહી જાય.
-તેજસ