ચંદી પડવો
તહેવાર આજે મજાનો,
સુરતીઓ માણે મજા એની.
લઈને મીઠી મીઠી ઘારી,
હોય તીખું ભૂસું સાથે...
બેસી પરિવાર સાથે સૌ,
માણે મજા ચંદી પડવાની!
જાય સૌ કોઈ અગાસીએ,
તો જાય કેટલાંક ફૂટપાથનાં સંગાથે.
જોવાલાયક બને છે આજે,
સુરતની બધી ફૂટપાથો,
આવે છે લોકો ફૂટપાથ પર,
ખાવા ઘારી ભૂસું,
લઈને મોટી મોટી ગાડીઓ.
નથી કોઈને શરમ નડતી,
કે નથી આવતો કોઈ હોદ્દો વચ્ચે.
બસ, છે ચંદી પડવો,
ને છે પોતાનો પરિવાર સંગાથે.
ચંદી પડવાની શુભેચ્છાઓ💐