ઘૂઘવાતો આ સમુદ્ર કોનો?
માછલી કહે મારો, મગર કહે મારો
જળ કેરા બીજા પ્રાણીઓ કહે મારો
નદી કહે મારો, મરજીવો કહે મારો
કિનારા પર બેઠા લોકો કહે આ દરિયો તો મારો
ધરા બોલે ગર્વથી સમાયો છે મારામાં એટલે મારો
સમુદ્રની પ્રીત તો છે ક્ષીતીજ સાથેની
આ વાત તો માત્ર જાણે આ આભ
માત્ર બે મિનિટના આભાસ માટે
જુવે એક પૂરા દિવસની વાટ
ના મળે બેય એકબીજાને
તો પણ બસ એકબીજાને જોવાની છે આ આશ
સમુદ્ર મળે જ્યારે ક્ષિતિજને તો એ ખીલે
ના હોય ત્યારે દિન કે ના હોય એ રાત
માત્ર ને માત્ર હોય આભાસ
બસ, આ ક્ષણ જ સમજાવે પ્રેમ કેમ કરાય એ વાત
બસ, આ ક્ષણ જ સમજાવે પ્રેમ કેમ કરાય એ વાત
યોગી
-Dave Yogita