શરદપૂનમની રઢિયાળી રાતે
ચાંદો સોહાય ગગન ગોખે
ચાંદની રેલાય રૂપેરી ફોરે
અજવાસ રેલાય ધરતીની કોરે
કદંબના વૃક્ષ તળે યમુનાના ઓવારે
વાજિંત્રોના તાલે ને નુપુરના રણકારે
ગોપગોપીઓ સહુ ખુશીથી છલકે
જોબનિયું ચડ્યું હરખથી હિલોળે
બંસરીના સૂર રેલાવે કાનોને
બાવરી રાધા આનંદથી થિરકે …
-કામિની