ફરસાણમાં વપરાતું તેલ એ બજારમાં ગ્રાહક ન લે તે મુદત વીતી ખાદ્ય તેલ કે ખાદ્ય પદાર્થ સસ્તા ભાવે આવા ફરસાણ,પકોડી વાળા ખરીદે છે.ઘણી વખત તેલમાં વંદા,માખી,કીડી મકોડા,ઉંદર,ગરોળી કે જમીન જન્ય જીવાતોનો તેલ ખુલ્લું હોય ત્યારે તેમાં પડી જાય અને ફિલ્ટર કરવાની કોઈ ત્રેવડ લેતું નથી.
આ તેલ જ્યાં સુધી ફરસાણ ઉકાળવામાં કાળું ન પડે ત્યાં સુધી તેલ બદલતા નથી. આપણે જાણીએ છીએ કે વારંવાર ઉકાળેલું તેલ ઝેર સમાન છે.
મોટા ભાગનું ફરસાણ કપાસિયા તેલમાં બનાવવામાં આવે છે.આ કપાસના ઓઈલમાં અસંખ્ય પ્રકારની જીવાતો રું માં જીવતી હોય છે. તેમાં ખાસ ગુલાબી ઈયળનો ઉપદ્રવ વિશેષ હોય છે.જેના કપાસિયા પીલાણ થાય ત્યારે આ બધી જીવતી જીવાતોનું તેલમાં મિશ્રણ થાય છે.
સમય હોય અને નજીક કોઈ ફેક્ટરીમાં બનતું હોય તો રૂબરૂ જઈ આવો.
એકાદ વખત કાઠિયાવાડ પ્રવાસ કરો તો રાજકોટ જઈ આવજો.ભારતનું વધુમાં વધુ તેલ કાઢવાનું હબ રાજકોટ છે.
માટે ચસકો હોય તો એકાદ પાંખવાડિયે ફરસાણ ખાઓ પરંતુ કાયમ આવુ ફરસાણ ખાવાનું છોડો.
ત્રીજો મુદ્દો છે ભેળસેળ... એટલો મોટો ધંધો ફુલ્યો છે કે ટીનમાં રંગીન ફોટા જોઈ તેલ ખરીદી લઈએ છીએ.
ગામમાં એકાદ વખત સરકારના તોલમાપ વિભાગની મુલાકાત લઇ તેમની શિબિર ગોઠવો તો ખબર પડશે કે આપણે કાયમ ઝેર જ ખાઈએ છીએ.નીચે ફોટો જુઓ 😄સુરતી ઢોકળાં/ सूरती ढोकला 😄
😃ખાવુ તો શું ખાવુ?😄
- વાત્ત્સલ્ય