ખોટાંને સાચું કરે તે સિસ્ટમ
સાચાને સાચું સાબિત થવું પડે તે સિસ્ટમ.
ખોટું કે સાચું દરેક કામ માટે પૈસા આપવા પડે તે સિસ્ટમ.
ફાઇલને ટેબલ પર આવે તે ભેગો લકવો થઈ જાય.
તેને પૈસાની પાંખો અને લાગવગ ની આંખો આપવી પડે તે સિસ્ટમ.
જ્યાં સરળ કામને પણ જટિલ પ્રક્રિયામથી પસાર થવું પડે તે સિસ્ટમ.
જ્યાં કામ કરવાં કરાવવાં માટેનો ખાસ પ્રોટોકોલ હોય તે સિસ્ટમ.
જ્યાં કામ કઢાવવા માટે ખાસ કૌશલ્ય જોઈએ તે સિસ્ટમ.
જેમાં સેટ થતાં અને સેટિંગ કરતા આવડવું જોઈએ તે સિસ્ટમ.
જો આ ન આવડે તો તમે કવરેજ એરિયા બહાર ફેંકાય જાવ તે સિસ્ટમ.
જો તેમાં સેટ તો લાઈફ સેટ.
બાકી જીંદગી અપસેટ.
-Dharmista Mehta