એની પ્રેમિકા જોડે વાતો કરવા છોકરો મંદિરના બાંકડે સાંજે પાંચ વાગે રોજ આવતો.પ્રેમિકાની કોલેજ છૂટે એટલે એ આતુરતાથી વિડિઓ કૉલની વાટ જોતો.શરૂઆતના પરિચય પછી પ્રબળ પ્રેમમાં જીવવા મરવાના સોગંદની આપ લે થતી ગઈ.અને એક દિવસ તેના જનમ દિવસે એ છોકરીને મળવાનું નક્કી કર્યું.સમય માગ્યો કે હું આવું છું!!!!!!
🌹❤️🌹
સામેથી એ છોકરીનો ૧૦ દિવસ સુધી કોઈ રીપ્લાય નહિ આવ્યો.
😭😭
આ બાજુ છોકરાના હાલ સમજવા કોણ મોજુદ હોય?
કેમકે આ મોબાઈલ પ્રેમ હતો.
કોઈને કહેવાય નહિ અને સહેવાય નહિ.
૧૧ દિવસ બાદ છોકરીનો મેસેજ આવ્યો-
"સોરી !
મારે મારી કારકિર્દી તરફ ધ્યાન આપવું છે.મને ભૂલી જાઓ.હવે પછી મને મેસેજ કે કૉલ ના કરવા તાકીદ છે."
🙏પ્રેમની આ તે કઈ પરિભાષા !🙏
- વાત્સલ્ય