જ્યાં સુધી સ્ત્રી પોતાનાં માટે નહિ પણ બીજા માટે સાજ શણગાર સજતી રહેશે ત્યાં સુધી બીજાં તેના બાહ્ય સૌંદર્ય ના આધારે જ તેના સૌંદર્યનું માપન કરતાં રહેશે.ત્યાં સુધી સૌંદર્ય પ્રસાધનો નું માર્કેટિંગ ધૂમ ચાલતું રહેશે.ત્યાં સુધી દરેક જાહેરાતમાં બિનજરૂરી સ્ત્રીઓને ઘુસાડતા રહેશે.ત્યાં સુધી સ્ત્રી માત્ર માર્કેટિંગ નું જ સાધન બની રહેશે.આ માટે સ્ત્રીએ પોતે નક્કી કરવું પડશે કે તે પોતાને કંઈ રીતે પ્રસ્તુત કરવા માંગે છે.
-Dharmista Mehta