ફરી હૈયે આગ લગાડતી નવરાત્રિ આવી
તને પામવા પહેલા ખોયાની રાત્રિ આવી
ન ભૂલાયેલ તારી ગરબાની ચાલ તરવરી
આખોએ ફરી ચૂપકે નીરની નદીઓ ભરી
હૈયું થનગને છે ગરબાના તાલે ઘૂમવા ફરી
તારા જવાથી હાથ પગના તાલ ન મળે ફરી
તરસે છે મારું મન એકવાર તને જોવાને ફરી
નથી એ ક્ષણ મળતી, ને મૃત્યુની રાહ જોઉ હરઘડી.
-Mir