નોરતાં..
નવ નવ રાતડીનો આવ્યો રે અવસર
ગમતીલા ગરબા કેરો સખી આવ્યો રે ઉત્સવ!
માહ આસોના પડવાથી શરુ થયો ને
શુક્લ નવમીના નોરતાંનો આવ્યો રે ઉત્સવ.
સ્થાપન મધ્યે માત અંબિકાનું થાશે
આદ્યશકિત મહિમાનો આવ્યો રે ઉત્સવ.
નવે નવ સ્વરૂપ તણા ગરબા ગવાશે
ગરબીને રાસ ખેલવાનો આવ્યો રે ઉત્સવ.
શહેર ને ગામડે, શેરી-શેરીએ મહોલ્લે
તાળીઓના તાલ ગજવતો આવ્યો રે ઉત્સવ.
ઝૂમે નર વળી ગોળ ઘૂમતી નાર સહુ
યૌવનના ભારે જોમનો આવ્યો રે ઉત્સવ.
સજીને નીકળશે સહુ સોળ શણગાર
ચોળી ઘાઘરા કેડિયાનો આવ્યો રે ઉત્સવ.
શકિતનું સંચરણ ને શકિતનું આરાધન
દૈવી શકિતની ઉપાસનાનો આવ્યો રે ઉત્સવ.
પટેલ પદ્માક્ષી(પ્રાંજલ)વલસાડ
-Padmaxi