“અમૂક ઉંમર પછી પિતા-પુત્રનો સંબંધ એક એવા નાજુક અને સંવેદનશીલ તબક્કામાં પહોંચે છે, જ્યાં કાં તો બંને એકબીજાના મિત્ર બની જાય છે, ને કાં તો અલગ થઇ જાય છે. કાં તો કોઈ ‘મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટ’ એમને એકબીજાની નજીક લાવે છે, ને કાં તો અહંકારની અથડામણ બંને વચ્ચે અંતર ઉભું કરે છે. આ બે અંતિમોની વચ્ચે પણ કેટલીક Love-hate relationships રહેલી હોય છે જ્યાં બાયોલોજીકલ કનેક્શન નામના કાયમી કાંઠા પર વહાલની ભરતી-ઓટ આવ્યા કરે છે. “
🙏