અલગાવ
દરેક સંબંધ જોડે કયાં લગાવ હોય છે
ને દરેક પ્રત્યે કયાં હ્દયમાં ભાવ હોય છે.
વ્યવહારી સંસાર છે વ્યવહાર ચાલ્યા કરે
પ્રસંગો પ્રમાણે ચહેરાના હાવભાવ હોય છે.
સમાજથી બંધાયેલો નિયમો મર્યાદા પાળતો
એકસરખો કયાં બધાનો સ્વભાવ હોય છે.
'ઠીક છે ને ચાલે'આધારે પ્રસંગો પૂરા પાડનારો
જોડાયેલો છતાંય કયાં બધે સમભાવ હોય છે.
કયારેક બને કે કઠોર નગુણો લાગી શકે માનવી
વ્યક્તિ વ્યક્તિએ સમજણ જુદી ને અલગાવ હોય છે.
પટેલ પદ્માક્ષી(પ્રાંજલ)
-Padmaxi