:- એ છોકરી -:
દરરોજ દાદાગીરી કરી પાણીપુરી ખાતી છોકરી કેમ અચાનક ચૂપ થઇ ગઈ !
દરરોજ ધમાલ મસ્તી કરતી છેડતી એ છોકરી કેમ આવતી બંધ થઇ ગઈ !
મેં તો એને કંઈ કીધું નથી ના કોઈ ઝઘડો છતાં અચાનક એ ક્યાં ચાલી ગઈ !
નદીને કિનારે પડેલા નાના પાણા ખૂટી ગયા ફેંકતાં ફેંકતાં નદીની અંદર !
આવે ત્યારે ધૂળની ડમરીઓ ઉડાડતી એ છોકરી આવતી કેમ બંધ થઇ ગઈ.
- વાત્ત્સલ્ય