મારું ઘર મારું ગામડું મારું ખેતર પરિવાર,
પ્યારાં માં-બાપ,છોડી આવ્યો છું શહેરમાં !
એ નદી એ ઝરણાં ગલીઓ તડકો છાંયડો
એ શીતળ છાંયો છોડી આવ્યો છું શહેરમાં !!
વાંકી કેડીએ ચરતાં પશુ પગની ખરીઓ !!
ગોફણના ગોળા છોડી આવ્યો છું શહેરમાં.
હાથમાં ભાત,ખભે ધારિયું,માથે બાંધ્યું ફાળિયું!
ચામ ચમકતી મોજડી છોડી આવ્યો છું શહેરમાં.
પહેરતો'તો સૂથણો એકજ ખેંસીયુ એકજ ખમીસ!
થેલો એક જોડી કપડાં લઇ આવ્યો છું શહેરમાં.
ભાઈ-બહેન,ભાઈબંધ શેરી મિત્ર સવા સો !
એક જ પ્યારી પ્રિયા છોડી આવ્યો છું શહેરમાં.
સાંભરે નવરાત્રીની રાતો અંધારી આઠમનો કાનુડો!
હોળી ધૂળેટી દિવાળી છોડી આવ્યો છું શહેરમાં.
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)