પ્રેમીની વેદના..
સમજ તો મારા કરતાં અનેકગણી હતી.પરિપકવતા કોઈ મહાત્મા જેટલી હતી.મેં કે તેં કોઈ એવી ભૂલ કરી જ નથી કે પસ્તાવો થાય.જે કંઈ વાતો થઇ તે બધી મનોરંજન પૂરતી જ હતી.તો આ તત્વજ્ઞાન ક્યાંથી ઘુસ્યું? તેં પત્રો ડીલીટ કર્યાં ન હોય તો એકવાર નજર કરી જજો.
બીજું કે મારી વાતોમાં એવો કોઈ વીતરાગ ન્હોતો.ના એવું સ્વપનેય વિચાર્યું કે જુદાં પડશું,સદાય સાથ આપીશું.પરસ્પર હૂંફ માટે તડપન જરૂર હતી પણ પ્રેમલા પ્રેમલી જેવી નહોતી.એકાદ વખત મળી લીધું હોત તો અફસોસ ન થાત.
મને ખબર છે કે સ્ત્રીને કોઈ એક પુરૂષનો સહારો કાયમ જોઈએ.ભાઈ છે,ભત્રીજા હશે,પણ પોતાનો ભાઈબંધનો ખૂણો એકદમ ખાલી હશે.ત્યારે હું નહીં હોઉં.
અફસોસ એ છે કે તમારા જુદાં પડવાનું મનોમંથનનું અર્ક મારે માટે ઝેરથી અનેકગણું આજે કાતિલ લાગે છે.
મને એ પણ ખબર છે કે મારા કરતાં સારા મિત્રો મળી રહેશે.પરંતુ મને તારા જેવી મિત્ર ક્યારેય નહીં મળે..ઘણા સમયથી આ ખૂણો ખાલી હતો અને તમારી ભરતી થઇ એટલો એ ખૂણો ગુલાબના ગાર્ડન જેમ મઘમઘતો હતો તે અચાનક સાવ વિરાન થઇ ગયો.આવું કરવું જ હતું તો નજીક ન્હોતું આવવું.
મારે તારી જરૂર સ્વાર્થ માટે નહીં પણ કોઈ સલાહ માટે કાયમ માટે જરૂર પડશે.કદાચ એ વખતે હું એજ હોઈશ પણ તું ઘણી બદલાઈ ગઈ હોઈશ તો સંપર્ક કરવાની બીક કાયમ રહેશે.
જેટલો બાહ્ય દેખાવે સખત છું,તેટલો હું ભયાનક પોચો છું.અને તેં મને ચોટલીથી પગની એડી સુધી માપી લીધો છે.તારી પરીક્ષા છે,એટલે ટૂંકાવું છું. એક વાત કહી દઉં જતાં જતાં મારું આટલું કામ ખાસ કરજે.
મને બ્લોક લિસ્ટમાં મૂકી દે.
કોન્ટેક લિસ્ટ live હશે તો મને પાછો જીવ થઇ જશે મેસેજ કરવાનો એટલે મને બધેથી વાળી ઝૂડી સાફ કરી નાખી દેજે.હવે આમેય એક માસ પછી દિવાળી સફાઈ કરવાની જ છે.
સંબોધન માટે તેં કોઈ સબંધ જ નથી રાખ્યો મારે માટે તો શું સંબોધન કરું?
- વાત્ત્સલ્ય
🙏🌹🙏
- - -