મનુ ભગવાનને આપ જે રીતે સમજો છો તેવા મનુષ્ય નહોતા. ભગવાન મનુના જ આપણે બધાં જ સંતાન છીએ.પ્રથમ એટલે કે સાતમા મનવન્તરમાં ભગવદકારે બતાવ્યું તે પ્રમાણે ભગવાન મનુએ આપણને સમાજ રચનાની અમલવારી બતાવી હતી.કાળક્રમે અણસમજુ લોકોએ ભગવાન મનુને નામે ખોટો વાદ વિવાદ ચાલુ કર્યો છે.હકીકતમાં મનુસ્મૃતિના કોઈ પણ શ્લોકોમાં વર્ણન એવુ નથી. અથવા એક બીજાના ભેદભાવનું વર્ણન નથી.સમાજ ઉત્થાનનું ગહન ચિંતન છે.વામણા લોકોએ "મનુવાદ" નામ આપી "ભગવાન મનુ"ને ખરેખર અન્યાય કર્યો છે.સાચું કહું તો આપણે આપણા ખુદ પૂર્વજ મનુ દાદાને ગાળો દઈ રહ્યા છીએ.અસલમા એમનું નામ લીધા સિવાય આ વાતો શૅર કરો તે યોગ્ય રહેશે.રહી વાત આભડછેટની..... સમય જતાં આપણા લોકોએ જ આપણી જ્ઞાતિને નિમ્ન કક્ષા સુધી લઇ જવામાં ખૂબ મોટો ભાગ ભજવ્યો છે.ભગવાન મનુ આપણા પ્રથમ પૂર્વજ હતા તેમના નામ પરથી જ આપણે "માનવ" કે "માણસ" કે "માનવી" કહેવાઇયે છીએ.માટે ભગવાન મનુને નામે આ શબ્દો વપરાય છે,તે ખરેખર ભગવાનના અવતાર સમા આપણા પૂર્વજને જ ગાળો દઈએ છીએ.કહેવાતો વર્ગ ભોગ બનવાના કારણો ઘણાં છે.જે ઇતિહાસ વાચન કરવા જેવો છે.અભ્યાસ વગર અનુચિત છે,એમને ગાળો બોલવી.આ બાબતે ના બોલવું જોઈએ.બેશક કોઈ પણ માણસનું અપમાન કોઈ પણ ના સાંખી શકે એ હું પણ સમજુ છું.કોઈ પણ અવતારી પુરુષ આવુ ક્યારેય પણ ન કહે.એમણે "અનાર્યને" "આર્ય" બનાવવામાં ખૂબ મોટો ફાળો ભગવાન મનુએ આપેલો છે તે ક્યારેય ના ભૂલો.સાચું કહું સુધરેલા જોડે બગડેલાને બેસતા કરવાનું કામ પ્રથમ ભગવાન મનુએ કરેલું છે. - વાત્ત્સલ્ય