લાગણીઓ જીવતા જાણે હું સાવ બદલાઈ ગયો,
પોતાના લોકોના રંગમાં હું પોતે બે રંગ થયી ગયો.
કોણ જાણે બેવફાઈની દુનિયામાં તૂટી રહી ગયો.
જેને આપ્યું લાગણીસભર દિલ ને જોડાઈ ગયો.
એવો અહેસાસ કરાવ્યો કે આત્મા ત્યાં મરી ગયો.
દુનિયા કરાવે અહેસાસ એ પહેલા હું સમજી ગયો.
પ્રીતની કેવી ખોટી રીત એ જાણીને દંગ થયી ગયો.
કોઈ ને ચાહતા પહેલા સમજી લેજો એ કહી રહ્યો.
દિલ તૂટતાં પ્રેમ ભાગીને ભૂકો થયી ને રહી ગયો.
જેને દિલથી ચાહ્યા એમને જીવ આપીને રહી ગયો.
-Bhanuben Prajapati