અહેસાસ એ શ્વાસમાં જોડાઈને લાગણી રૂપી પ્રેમમાં પામે છે.
એ કેવી લાગણી હોય?
લાગણીના પ્રવાહોને રોકી ના શકાય એવો અહેસાસ એટલે પ્રેમ.
પ્રેમની લાગણીનો અહેસાસ સ્ફુરે ત્યારે માણસ જાણે પ્રેમમાં પાગલ બની અહેસાસ ની સુગંધ લેવા તડપે છે.
લાગણીઓ પૂરની જેમ ઉભરાઈ આવે છે એકબીજા માટે લાગણીના અહેસાસ માં તણાઈ જવાનું મન થાય છે.
એક એવી લાગણી પ્રેમની ઉદભવે છે કે એ વ્યક્તિના જીવનમાં પ્રેમની લાગણીનો અહેસાસ ધોધ બની વહ્યા કરે છે.
લાગણીથી એવા ખેચાઇ જાય છે કે ક્યારેક બે શરીર અલગ અને જીવ એક બની જાય છે.બંને ના વિચાર અહેસાસ માં એકબીજાને પ્રેમ કરતા થાય છે.એકબીજાના પ્રેમમાં પાગલ થઈ એકબીજાની ઈચ્છાઓને આધીન થાય છે.અહેસાન અને લાગણીઓનું બીજું નામ પ્રેમ..
-Bhanuben Prajapati