હોય છે…
“કેમ છો” પ્રશ્નનો ઉત્તર, “મઝામાં” હોય છે,
સવાલનાં જવાબમાં, ક્યારેક વ્યથા હોય છે!
સહેલું નથી હોતું, ચહેરાંઓને વાંચવાનું,
ચહેરાં પાછળ છુપાયેલી, કોઈક કથા હોય છે!
મળીને ય જાણે, ન મળાય એ સંબંધમાં,
રાધા-કૃષ્ણની, ગૌરવભરી એવી પ્રેમગાથા હોય છે!
મંજુર નથી હોતી, “ચાહત” જમાનાને,
પ્રેમનો વિરોધ, એ જમાનાની કૃર પ્રથા હોય છે!!
💕ચાહત💕
(Neha Desai, NJ)