મારા દિલથી તારું દિલ જોડું કેવી રીતે ?
સમાજના બંધનો રોકે છે તોડું કેવી રીતે ?
માનું છું મારા દિલમાં તો ફક્ત તું જ છે
પણ મારા નસીબમાં તને લખું કેવી રીતે ?
મળીને ફરી જુદા તો થવું જ પડે છે
હંમેશ માટે તને મારી પાસે રોકું કેવી રીતે ?
કોઈ એક ક્ષણ તો મને એવી મળી જાય
જેમાં તું પાસે હોય ને મૃત્યુ મળે કેવી રીતે ?
-Mir