વાત કેમ બને !
🕶️🕶️🕶️🕶️🕶️
હું મનાવા આવું અને રિસાયેલી જ રહે તો વાત કેમ બને !
હું એક બે વાર મનાવું મોં ચડેલું જ રહે તો વાત કેમ બને !
તમારા ચહેરે પછેડો હટાવો આડે દેખાતા નથી હાવભાવ!
એક બે નહીં અનેક વખત મનાવું છતાં આવે ના વાત કેમ બને !
વાત વાતમાં ચીડવાઈ જાઓ બધી માગણી મંજુર છતાં !
પ્રવાસે ઘુમવામાં બાકી ના કંઈ છતાં હસે ના તો વાત કેમ બને !
હારેલો થાકેલો હું રાતે પથારી પકડું તો એ ખબરેય ના પૂછે !
પેટ દુઃખે કામ હું કરું એ thank you બોલે ના તો વાત કેમ બને !
- वात्सल्य