નવ નવ મહિના જેનો ભાર સહન કરી જન્મ આપ્યો હોય,
આંગળી પકડી ચાલતા શીખવાડ્યું હોય,તમામ મમતા તેના પર ન્યોછાવર કરી હોય,
પિતાના ખભા પર બેસી આખા ગામમાં ફર્યો હોય,
માતા પિતાની મહેનત થી એક નવા હોદા પર બેઠો હોય,
ગાડી, લાડી,નોકર,ચાકર, ધન મિલકત, મોભો બધું માતા- પિતાની મહેનત થી મળ્યું હોય,
જ્યારે એક દિવસ એવો આવે ,અને એજ દીકરો માતા પિતાને ભૂલીને પોતાની દુનિયામાં ખોવાઈ જાય ત્યારે આનાથી મોટી કંઈ કરૂણ ઘટના હોય!!
-Bhanuben Prajapati