સ્ત્રીનું અસ્તિત્વ એટલે ધરતી , આકાશ,પાતાળ નું શક્તિનું અસ્તિત્વ
સ્ત્રીનું જીવન ત્યાગ,બલિદાન,લાગણીથી ભરેલું શક્તિનું અસ્તિત્વ.
લોકો જે સ્ત્રીને ઘણે અબળા,તેના વિના ન ચાલે દુનિયાનું અસ્તિત્વ.
સ્ત્રી તો છે નવદુર્ગા,સોળે કળાએ બુદ્ધિથી વિકસેલ શક્તિ અસ્તિત્વ.
સમયે બને સરસ્વતી,ક્યારેક બને રણચંડી એવું શક્તિનું અસ્તિત્વ.
સ્ત્રીતત્વની દૃષ્ટિએ ,તેના વિના લાગે સ્વર્ગ અને ધરતી સુની તેવું અસ્તિત્વ.
દરેક સંબંધ નિભાવતી ક્યારેક "માં",પત્ની,દીકરી એવું તેનું અસ્તિત્વ.
ઘરમાં દીકરી બની કુળને પ્રકાશિત કરે, એવું સ્ત્રીનું અસ્તિત્વ.
પત્ની બની પતિને ચારે બાજુ સફળતા અપાવતી તેવું શક્તિ અસ્તિત્વ.
"માં" બની દીકરાને શિક્ષકની જેમ કેળવાતી તેવું તેનું શક્તિઅસ્તિત્વ.
સમાજના સંબંધોમાં બધા રસ્તા પોતે શોધતી એવું તેનું શક્તિ અસ્તિત્વ.
-Bhanuben Prajapati