હાથ માં હાથ નાખીને,ચાલને આજે દુનિયાને અલવિદા કહીએ.
સાથે ગુજારેલા દિન યાદ કરીને, ચાલને આજે દુનિયાને અલવિદા કહીએ.
આવતી કાલે આજે જીવીને, ચાલને આજે દુનિયાને અલવિદા કહીએ.
મારું,તારું બધુજ ભૂલીને, ચાલને આજે દુનિયાને અલવિદા કહીએ.
વહેલી પરોઢે સાથે નીકળીને ,ચાલને આજે દુનિયાને અલવિદા કહીએ.
પ્રેમની મહેફિલ જમાવીને ,ચાલને આજે દુનિયાને અલવિદા કહીએ.
એકબીજા સાથે આંખો મીંચીને,ચાલને આજે દુનિયાને અલવિદા કહીએ.