“છેલ્લી વિદાય.”
“જતાં જતાં બસ મળી લેવું છે સહુને છેલ્લીવાર
શૈશવથી તે આજ સુધીના સહુને જઇને દ્વાર
સગાં-સંબંધી,સહુ વડીલો,સંગ કરી લેવી છે વાત,
મનદુ:ખ કોઇ, થયું હો મુજથી, કહેવું કરવા માફ
સમવયનાને પ્રેમથી ભેટી લેવી છેલ્લી વિદાય
વયમાં મુજ નાનાની સાથે કરવી દિલની વાત
રહેતા હો જે અન્ય શહેરમાં, ફોન ઉપર મળી લેવું
ક્ષમા માંગવી ખરા હૃદયથી, મળી શક્યા નહીં રૂબરૂ
ભૂલેચૂકે દુભાવ્યા હોય કોઇને વાણી કે વર્તનથી
એ સહુની પણ ક્ષમા માગવી, કર જોડી વિનયથી
જેની જેની સહાય લીધી’તી ભીડ પડી’તી જ્યારે
નમ્ર દિલે આભાર માનવો, સહુને રૂબરૂ મળીને
કેમ ભુલાયે પડોસી જેણે સહાય કીધી’તી સદાયે
તન,મન,ધનથી આવી ઊભાત્ં નહીં બદલાની આશે
ઉપકારોના પહાડ ચડ્યા છે કંઇક જનોના મુજપર
યાદ કરી એ સહુનો આજે માનું છું આભાર
બોલ્યું ચાલ્યું માફ કરીને ભૂલી જજો મુજ ભૂલો
દોષ ન મુંજના હૈયે ધરજો, માફ મને સહુ કરજો
🙏. 🙏. 🙏. 🙏
અચ્યુત ઓઝા, 732-632-7007
ગુજરાત દર્પણ ઓગષ્ટ 2023