નશો તમારો હતો કે વાતોનો, એ રાતની અસર હજી પણ બરકરાર છે.
શબ્દોમાં નથી કીધું તો શું થયું, તમારી લાગણીઓમાં તો હજી એકરાર છે.
તોફાની આંખોની મસ્તી કહું કે કહું એ શબ્દોનો સ્પર્શ ખબર નથી પડતી,
તમે દુર છો, નજીક છો, પ્રત્યક્ષ છો કે પરોક્ષ છો, અમને બધું જ સ્વીકાર છે.
-તેજસ