માનવ જીવન.
હું ભણેલો છું કે ગણેલો?
માનવ જીવન પોતે જ અપૂર્ણ છે.તે ક્યારેય પૂર્ણ થતું નથી. થઇ શકે નહીં. એટલે ‘કશું ક ખૂટે છે’એ લાગણી તો હંમેશાં રહેવાની. હું એ લાગણીનો સામનો કેવી રીતે કરું છું એ બહુ મહત્વનું છે.જીવનની નક્કર વાસ્તવિકતાઓને સ્વિકારી, છટકબારીઓમાં પડવાને બદલે, બીક કે ચિંતા રાખવાને બદલે કોઇની શેહશરમમાં આવ્યા સિવાય સરળ અને સંતુષ્ટ જીવન જીવવું એ પણ ‘ગણેલા’હોવું નો પર્યાય હોઇ શકે.
હું ભણેલો છું કે ગણેલો?
કશું નક્કી થયું?
વિચારવાનું ચાલુ રાખજો.
…..આર.ડી.પટેલ.
🙏