હિંમત હારી ને બેઠી હતી ત્યાં હૂંફ આપીને નવું જીવન આપનાર તમે મળ્યા.
જીવનમાં હતો ખાલીપો,અને દુનિયામાં લોકોને આપેલ દર્દ ત્યારે તમે મળ્યા.
જીવનમાં કઈ પણ જીવવા જેવું સુખ લાગતું ન હતું,દિલમાં દર્દ હતું અને તમે મળ્યા.
કોઈની પાસે મીઠી વાત કરવા બે ઘડી સમય નહોતો ત્યારે તમે વાત કરવા મળ્યા.
લોકોને દીધેલ આઘાત,પ્રત્યાઘાત દિલમાં છેદ હતો ત્યારે દવા આપનાર તમે મને મળ્યા.
જીવન હતું પાનખર અને દિલમાં હતો એક ખાલીપો ત્યારે તમે મને મળ્યા.
દિલમાં એક વાચા ફૂટી ત્યારે મુખની અંદર છુપાયેલ દર્દ વાંચનાર તમે મને મળ્યા.
કોઈના દિલને ફરી જીવંત કરનાર,દુનિયામાં ખુશ રાખનાર મને તમે મળ્યા.
-Bhanuben Prajapati