આકાશ છે જ નહિ ખાલી અવકાશ છે..
મજા છે જ નહિ ખાલી મિજાજ છે...
ભ્રાંતિ છે ચારે તરફ આપણા હોવાની...
વિવાદ છે જ નહિ ખાલી સવાંદ છે....
સમજ જ છે આપણી એક આગવી સ્વતંત્રતા ...
બંધન છે જ નહિ ખાલી સ્પંદન છે...
અભિનય કરી લેવાનો છે કોઈ ભય વગર...
કર્તા છે જ નહિ ખાલી ક્રિયા છે...
ઉત્સવ બનાવી લો જિંદગીની ક્ષણોનો...
અણધાર્યું છે જ નહિ ખાલી વ્યવસ્થિત છે..
માની લે માનવું હોય તો ઇશ્વરના હોવાપણાને....
હું અને તું છે જ નહિ ખાલી શૂન્યતા છે....
.
-Tru...