ઘરનાં સોફા પર બેસી મોબાઈલમાં ગેઈમ્સ રમતાં બાળકો,
સૌને આજનાં રાષ્ટ્રીય રમત દિવસની શુભેચ્છાઓ!!!
ઘરનાં આંગણે જેનાં કપડાં ગંદા થાય છે,
બહાર રમવાથી જેને લાગે છે પડવાનો ભય,
એવા આ આજનાં બાળકો, તમને શુભેચ્છાઓ!!!
અડધો કલાકના રમતના તાસ થકી થાકી જતાં
આજનાં ઓ બાળકો, તમને રમત દિવસની શુભેચ્છાઓ!!!
ધૂળિયા આંગણ છોડી ઘરમાં પુરાઈ રહેતાં બાળકો,
તમને રમત દિવસની શુભેચ્છાઓ!!!
રમતો થકી શરીરનો મજબૂત બાંધો બનાવવાનો છોડી,
પીઝા બર્ગર ખાઈ ચરબી વધારતાં બાળકો,
તમને આજનાં રમત દિવસની શુભેચ્છાઓ!!!
ક્રિકેટ કે સ્વીમીંગમાં બાળકને મૂકી,
પ્રેક્ટિસ બાદ ભરપેટ ખવડાવતા માતા પિતા,
તમને રમત દિવસની શુભેચ્છાઓ!!!
-Tr. Mrs. Snehal Jani