દિલ જ્યારે અંદરથી રડતું હોય તો
દિલને બહેલાવી દેવું જોઈએ
બધું સરખું થઈ જશે એવું કહેતું રહેવું જોઈએ
તૂટીને રડી પડે તો દિલને સંભાળી લેવું જોઈએ
દિલનું મનપસંદ સંગીત સંભળાવી દેવું જોઈએ
બધું સરખું થઈ જશે એવું કહેતું રહેવું જોઈએ.
આ દિલ પણ હજુ બાળક છે
જિદ કરે તો એને પ્રેમથી મનાવી લેવું જોઈએ
બધું સરખું થઈ જશે એવું કહેતું રહેવું જોઈએ
દિલને પણ દિમાગ સાથે લડવાની આદત છે
ક્યારેક દિલનું માન પણ રાખી લેવું જોઈએ
બધું સરખું થઈ જશે એવું કહેતું રહેવું જોઈએ
અંતમાં,
દિલની આજુબાજુ એક દોસ્ત નામની
દિવાલ બનાવી લેવી જોઈએ
દિલ રડે તો પણ હસાવી દે
એવી એક વ્યક્તિ જીવનમાં પાસે રાખી લેવી જોઈએ
દિલનું ધ્યાન આપણે રાખતું રહેવું જોઈએ
કોઈ હોય કે ન હોય આપણે જ
આપણા ફેવરીટ બનતું રહેવું જોઈએ
યોગી
-Dave Yogita