ચંદ્રયાન મિશન પૂરું થયું
ભારતનું સ્વપ્ન પૂરું થયું
મહેનત નું ફળ મળી ગયું
વૈજ્ઞાનિકોનું યજ્ઞ પૂરું થયું
ઈતિહાસ બનાવીને આજે
વર્ષોનું અભિયાન પૂરું થયું
ચંદ્ર પર ભારતના ધ્વજથી
દેશનું અભિમાન પૂરું થયું
પા પા પગલી માંડીને તે
પગલાંથી પ્રજ્ઞાન પૂરું થયું
૨૩-૮-૨૦૨૩
સખી દર્શિતા બાબુભાઇ શાહ