વાદળી બની વરસી ઘણી,વરસવાનું હતું ત્યારે કોરું કાઢ્યું!
ઘટા ઘનઘોર બનાવી ઘણી,ચાંદને પૂનમ સામે શરમાવું પડ્યું.
સુરજને તાપવી હતી આ પૃથ્વીને!નાહકનું સાંભળવું પડ્યું,
નદીને ઝરણાં રૂપે વહેવું હતું તેને આ કિનારાનું સાંભળવું પડ્યું.
પેલાં પંખીઓને કણસલે દુધિયો દાણો ચણવાનું દુસ્કર બન્યું,
પેલાં પશુઓને ગમતો ચરવાનો ચારો સડેલું આરોગવું પડ્યું.
વનવગડે વિહંગે વિહરતાં વનચર જળચરને પચવું ભારે પડ્યું,
પશુપાલક બિચારો ચારો ઉંચકીને જતાં ઝેરી એરુ આભળ્યું.
રસ્તા તૂટ્યા ઝુંપડે પાણી શેરીએ કાદવ કૂપ માં મચ્છર કરડ્યું.
મોંઘવારીમાં આવક ઘટી ધાન ધરતીમાં પાક્યું ન પાક્યું સમાયું.
હે! વાદળી સમયસર વરસી હોત તો ગુણલાં તારાં ગાત ગાયું!
તું તો વરસી તો કમોસમી વરસી પછી યજ્ઞની કુંડી માં શું હોમું?
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)